Method -1
નર્મદાશંકર લાલશંકર દવે (નર્મદ)
જન્મ : 24 ઓગષ્ટ, 1833
પત્ની: નર્મદને ત્રણ પત્નીઓ હતી
મૃત્યુ: 26 ફેબ્રુઆરી, 1886
જન્મસ્થળઃ સુરત
ઉપનામઃ 'નર્મદ', ‘પ્રેમશૌર્ય'
પત્ની : નર્મદને ત્રણ પત્નીઓ હતી
પ્રથમ પત્ની - નાની ગૌરી/ગુલાબ
બીજી પત્ની - ડાહીગૌરી
ત્રીજી પત્ની - નર્મદા / સવિતા ગૌરી
ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા, પ્રથમ શબ્દકોશ, ઇતિહાસગ્રંથ, વ્યાકરણ ગ્રંથ વગેરે જેવા સાહિત્ય સ્વરૂપ આપનાર પ્રહરી.
નર્મદની કાવ્યવિભાવના પર અંગ્રેજી વિવેચક હેઝલીટનો ખૂબ પ્રભાવ પડેલો જોવા મળે છે. કાવ્યમાં જુસ્સાને મહત્ત્વ આપ્યું હતું. સજીવારોપણ અલંકાર તેમણે આપ્યો છે.
નર્મદ 1858માં 'બુદ્ધવર્ધક સભા 'ના મંત્રી થયા ને 'બુદ્ધવર્ધક' ગ્રંથના અધિપતિ થયા.
1859નાં વર્ષમાં તેમણે 'હિન્દુઓની પડતી' નામનું કાવ્ય લખ્યું જેને 'સુધારાનું
નર્મદના પિતા મુંબઈમાં લહિયાનું કામ કરતા તેથી નર્મદનો મોટાભાગનો અભ્યાસ મુંબઈમાં એલ્ફિસ્ટન ઈન્સ્ટિટ્યુટમાં થયેલો જોવા મળે છે. → નર્મદે સૌપ્રથમ ગુજરાતીમાં જુસ્સો, દેશાભિમાન અને લાગણી જેવા શબ્દો આપ્યાં છે.
ઈ.સ. 1864માં નર્મદે ડાંડિયો નામનું પાક્ષિક (પખવાડીયું) શરૂ કરેલું. માતા-પત્ની - સંતાનનાં મૃત્યુ, આર્થિક ઉપાર્જન અર્થે ટ્યુશન, સાહિત્ય સર્જનથી જીવનનિર્વાહ કરવાનો નિર્ણય લઈ “હું તારે ખોળે છઉ” પ્રતીજ્ઞા લીધી.
નર્મદે આત્મકથાને 'ખરડો' તરીકે ઓળખાવી હતી.
સાહિત્યક્ષેત્રે પ્રદાન
કાવ્ય સંગ્રહ
'નર્મ કવિતા - 1,2, 3', 'રસરાજની સવારી' (પ્રણયકથા), 'નર્મદનાૠતુવર્ણન' અને 'વનવર્ણન' (પ્રકૃતિ કાવ્ય છે), 'કવિ ચરિત્ર'
પ્રસિદ્ધ કાવ્યો
'કબીરવડ', 'અવસાન સંદેહ', 'જય જય ગરવી ગુજરાત', 'રૂદનરસિક', 'હિંદુઓની પડતી', 'સૂરત સોનાની મૂરત’
નાટકો
'તુલસી વૈધવ્ય', 'કૃષ્ણાકુમારી', 'સીતાહરણ', 'દ્રૌપદી દર્શન', 'શ્રી બાલકૃષ્ણ વિજય', 'સારશાકુંતલ
મહાકાવ્ય
'વીરસિંહ' અને 'રૂદન રસિક' (અધુરા રહેલા)
સંપાદન
'મેવાડની હકીકત', 'દયારામ કાવ્યસ્કંદ', 'નળાખ્યાન', 'મનહરપદ'
ઇતિહાસ ગ્રંથ
'ગુજરાત સર્વસંગ્રહ', 'રાજ્યરંગ', 'કાઠિયાવાડ સર્વસંગ્રહ'
નિબંધ
'મંડળી મળવાથી થતા લાભ', 'સ્વદેશાભિમાન', 'વર્ણવિચાર', 'આપણી દેશ-જનતા', 'સ્ત્રીકેળવણી', 'રોવા-કુંટવાની ઘેલાઈ', 'રસપ્રવેશ', 'પિંગળપ્રવેશ', 'ધર્મવિચાર' (લેખ)
Comments
Post a Comment